દીવ,તા.૧
ગત રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પી નશાની હાલતમાં નીકળેલા લોકોની પોલીસે એટકાયત કરી હતી. રાજકોટમાં સ્ટ્રીલિંગ હોસ્પિટલ સામે ગત રાત્રે દારૂના નશામાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર બીઆરટીએસ રૂટમાં ઘૂસી પલ્ટી મારી ગઇ હતી. જીજે ૦૩ એચઆર ૦૦૬૪ નંબરની વર્ના કાર હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં સવાર યુવાનોને બહાર કાઢયા હતા. આ ઘટનામાં યુવાનોને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીગ્રામ પોલીસે પ્રોહિબીશન અને પબ્લીક પોપર્ટી ડેમેજ હેઠળ યુવાનો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે ગીર સોમનાથમાં દીવથી પરત આવતા ૧૫૦ શખ્સોને નશાની હાલતમાં ઝડપ્યા છે.
ગીરસોમનાથ જિલ્લામાં ડ્રિક્ન એન્ડ ડ્રાઇવમાં પોલીસે ૧૫૦ જેટલા લોકોની નશાની હાલતમાં અટકાયત કરી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ દીવ ગયેલા અને પરત ફરેલા ૧૫૦ નશાખોરો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુના નોંધાય છે. ઉના અને કોડીનાર પોલીસ સ્ટેશન પીધેલાઓથી હાઉસફૂલ થઇ ગયા હતા. ઉનામાં ૭૩ વિરૂદ્ધ અને કોડીનારમાં ૫૦ શખ્સો સામે ડ્રિક્ન એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો છે. જ્યારે રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ ૬ નશાખોરની અટકાયત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


