દિપક મોરેની પત્નીની છેડતીના ઝઘડાની અદાવતમાં હતયાને અંજામ અપાયો
સુરત, તા.૩
ભરીમાતા રોડ વિશાલા વાડી પાસે દિપક મોરેની હત્યા કરનાર પ્રફુલ્લ ઉર્ફે સોનુ મરાઠીની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. દોઢેક વર્ષ પહેલા આરોપીએ મરનારની પત્નીની છેડતી કરી હતી. તેમજ જમીનની દલાલીમાં મરણ જનાર નડતો હોય, આરોપીએ હત્યા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોનુ અરૂણભાઈ નાથજાગી રહે. ૪૦૨, શ્રી સિવાય કોમ્પ્લેક્ષ, ભરીમાતા રોડને કતારગામ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછમાં મરનાર દિપક મોરેએ આજથી દોઢેક વર્ષ પહેલા તેની પત્ïનીની છેડતી કરી છે. તેવો વહેમ રાખી આરોપી સાથે ઝઘડો કર્યો હતો. આરોપી જમીન, મકાનની દલાલીનો ધંધો કરતો હોય, જે ધંધામાં પણ મરનાર હસ્તક્ષેપ કરતો હોય, જે વાતની અદાવત રાખી તેને મારી નાંખવાના ઈરાદે પોતાના મિત્રની એક્ટીવા ઉપર સ્ટીલનો પાઈપ લઈ નીકળેલ અને મરનાર તેના બાળકોને કોઝવે નજીક આવેલા રીવર પાર્ક સોસાયટીમાં ટ્યુશને મુકવા માટે આવતો હોય સોસાયટીના નાકે મરનારની રાહ જોતો ઉભો હતો. મરનાર તેના બાળકોને ટ્યુશન મુકી પરત જતો હતો. ત્યારે તેનો પીછો કરી ભરીમાતા રોડ વિશાલા હોટલ સામે આવતા મોકો મળતા પોતાની પાસેના સ્ટીલના પાઈપ વડે મરનાર ઉપર હુમલો કરી તેના માથામાં આડેધડ ફટકા મારી મોત નીપજાવી સ્થળ પરથી નાસી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




