દરિયાઈ તોફાનમાં બાર્જ પોરબંદર જૂની દીવાદાંડી સુધી ઢસડાઈ આવ્યું

0
95
દોરડા છુટા પડી જતા ખેંચાઈ આવેલા ટગને પુનઃ જેટી ઉપર લઈ જવા હાથ ધરાઈ કવાયત

પોરબંદર નજીકના દરિયામાં કરોડો રૃપિયાનું હેરોઈન પકડાયું હતું તે હેનરી બાર્જના દોરડા છુટા પડી જતા તોફાની સમુદ્રમાં તે જુની દીવાદાંડી પાસે ખેંચાઈ આવતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. બે ક્રુ મેમ્બરોને બચાવાયા હતા. આ બાર્જને પુનઃ જેટી ઉપર ખસેડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના સમુદ્રમાં એકાદ વર્ષ પહેલા કોસ્ટગાર્ડ ૬ હજાર કરોડ રૃપિયાનું હજારો કિલો હેરોઈન સાથે બાર્જ પકડી પાડયું હતું. આ બાર્જ કોસ્ટગાર્ડ દ્વારા કબ્જે કરીને નોર્કોટીક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેને કોસ્ટગાર્ડની જેટી ઉપર રાખી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ખાનગી કંપનીએ વેચાણથી લીધું હતું. ત્યાર બાદ તેની હરાજી કરવામાં આવતા ખોડીયાર ટ્રેડીંગ નામની ખાનગી કંપનીએ ૧ કરોડ રૃપિયામાં આ બાર્જને ખરીધ્યું હતું. દરમિયાનમાં અરબી સમુદ્ર તોફાન બન્યો છે ત્યારે દોરડા છુટા પડી જતા હેનરી નામનું આ બાર્જ જૂની દીવાદાંડી તરફ ખેંચાઈ આવ્યું હતું અને ભેખડો સાથે અથડાઈને ફસાઈ ગયું હતું. તંત્ર દ્વારા તેમજ બાર્જમાલિક દ્વારા તેને કાઢવાની અને પુનઃ જેટી ઉપર લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેનંજ એન્જીન સંપૂર્ણપણે ચાલુ છે. તેથી આસાનીથી તેને કાંઠે લઈ જવાશે પરંતુ ભેખડોમાંથી કાઢવાની કામગીરી મુશ્કેલ છે અને સમુદ્ર તોફાની હોવાથી ભેખડ સાથે વધુ અથડાશે તો તેમાં નુકસાનીની શક્યતા પણ નકારી શકાતી નથી. આ બાર્જમાં બે ક્રુ મેમ્બરો હતા. જેનો બચાવ થયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY