લખનઉ,તા.૩૦
કુંભ ૨૦૧૯માં પ્રયાગમાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે ગૂગલ મેપમાં તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. કુંભ મેળા માટે ખાસ સોફ્ટવેર બનાવવામાં આવી રહ્યો છે જેમાં કુંભ મેળાની દરેક જાણકારી અપલોડ કરવામાં આવશે. સોફ્ટવેરમાં મેળાના ક્ષેત્રનો નકશો મુકવા માટે ભારતના સર્વેક્ષણની ટીમએ ડ્રોન કેમેરાથી સર્વે કર્યો હતો.
આ વર્ષે કુંભ મેળાનું ક્ષેત્રફળ વધારે છે. લગભગ ૩૫૦૦ હેક્ટરમાં મેળો યોજાવાની તૈયારી થઈ રહી છે. આ વર્ષે મેળામાં ૧૫ કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવું અનુમાન છે, જે દુનિયાના લગભગ ૬૦ દેશોની આબાદી બરાબર છે. ગૂગલ મેપમાં ૨૦૧૯ના મેળાની તમામ જાણકારી હોવાના કારણે પ્રયાગરાજ જનાર લોકોને મદદ મળશે. લોકો પોતાનું લોકેશન પણ મેપમાં જાઈ શકશે અને ભટકવાથી બચી જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



