નક્સલી આતંકના ગઢ સુકમાની આદિવાસી દિકરી માયા પહેલી ડૉક્ટર બનશે

0
53

સુકમા,તા.૨૫
નક્સલી વિસ્તારોમાં દીકરીને શિક્ષણ આપવમાં આવે તે ખૂબ મુશ્કેલ છે. અહીં જીલ્લાની પહેલી આદિવાસી છોકરી માયા કશ્યપ હવે ડોક્ટર બનીને આદિવાસીઓની સેવા કરશે. સુકમા જીલ્લાના દોરનાપાલમાં રહેતી માયા કશ્યપને એમબીબીએસમાં એડમિશન મળી ગયું છે. એડ્‌મિશન મળ્યા પછી દોરનાપાલથી માયા પહેલી મહિલા ડોક્ટર બનશે. માયાએ પિતા ગુમાવ્યા પછી તેની માતાના સંઘર્ષને તેણે નકામો નથી જવા દીધો. આજે તેનો સમગ્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર જીલ્લો તેની સફળતાના વખાણ કરતા નથી થાકતાં.
દોરનાપાલમાં રહેતી માયાએ જણાવ્યું કે, તેણે સરકારી સ્કૂલથી અભ્યાસ શરૂ કર્યો હતો. તેને બાળપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા હતી. ૨૦૦૯માં તેના પિતાનું નિધન થઈ ગયું હતું. રૂ, ૧૨,૦૦૦ના પેન્શનમાં ત્રણ બહેનો અને ભાઈના ગુજરાન સાથે અભ્યાસ એટલો સરળ નહતો. પરંતુ તે ક્્યારેય હિંમત ન હારી અને પરિવારના લોકો પણ તેને સતત પ્રોત્સાહન આપતા હતા. મેડિકલના અભ્યાસ માટે તેના ભાઈ-ભાભી મિત્રો પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને મોકલી રહ્યા છે. હવે તેને તેના પિતાનું સપનું પણ સાકાર થતું લાગી રહ્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY