અમદાવાદ,તા.૨૩
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાંથી રખડતાં કૂતરાંને પકડી તેમનું ખસીકરણ તેમજ રસીકરણ કરીને મૂળ જગ્યાએ મૂકવાની કામગીરી લાંબા સમયથી ચાલે છે, જોકે તંત્રની આ કામગીરી હંમેશાં વિવાદાસ્પદ બની છે, કેમ કે શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસથી બાળકો અને મહિલાઓ ભયભીત હોઇ રખડતાં કૂતરાંની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં નવ વર્ષમાં રખડતાં કૂતરાં કરડવાના બનાવોના કારણે તંત્ર દ્વારા લોકોને રસી આપવા પાછળ રૂ. ૨.૩૭ કરોડથી વધુ ખર્ચાઇ ચૂક્યા છે.
એનિમલ હેલ્થ ફાઉન્ડેશનને ગ્યાસપુર સેન્ટર ખાતે રખડતાં કૂતરાંનાં ખસીકરણ-રસીકરણ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે. આ સંસ્થાને ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, જૂના વાડજ અને નારણપુરા એમ પાંચ વોર્ડની જવાબદારી સોંપાઇ છે.
અન્ય સંસ્થા પીપલ ફોર એનિમલને ગોમતીપુર સેન્ટર અપાયું છે. પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનનો હવાલો આ સંસ્થાને અપાયો છે, જ્યારે બહેરામપુરા સેન્ટરમાં એનિમલ રાઇટ ફંડ નામની સંસ્થાને દક્ષિણ ઝોન, મધ્ય ઝોન તથા પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ, આંબાવાડી, નવરંગપુરા, પાલડી અને વાસણા એમ પાંચ વોર્ડમાંથી રખડતાં કૂતરાં પકડીને તેનું ખસીકરણ-રસીકરણ કરવાની કામગીરી સોંપાઇ છે, જાકે આ ત્રણેય સંસ્થાઓની કામગીરીને લગતો એક અથવા બીજા પ્રકારનો વિવાદ સર્જાય છે, જેના કારણે શહેરમાં કૂતરાંઓની સંખ્યા બેફામ બની છે.
છેલ્લાં આઠ વર્ષમાં ૩,૦૯,૫૯૬ લોકોને રખડતાં કૂતરાંએ કરડી ખાધા છે. બીજી તરફ મ્યુનિ. તિજોરીમાંથી આવા લોકોને હડકવા વિરોધી રસી આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


