જાહેરાતમાં વડાપ્રધાન મોદીની તસવીર અને નામનો ઉપયોગ થશે તો ફટકારાશે સજા

0
12

બે લાખનો દંડ,કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવા પર છ માસની સજા
ન્યુ દિલ્હી,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ખાનગી કંપ્નીઓની જાહેરાતોમાં ઉપયોગ કરવા પર સાવચેત થયેલી કેન્દ્ર સરકાર પ્રતીક અને નામ કાયદો-૧૯૫૦માં સજાની જોગવાઈ લાવવા જઈ રહી છે. પહેલાં આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મામૂલી દંડમાં ૪૦૦ ગણો વધારો કરીને બે લાખ રૂપિયા કરવામાં આવશે. ગ્રાહક મામલાના મંત્રાલયે સાત દશકા જૂના કાયદામાં સંશોધનનો ડ્રાફટ તૈયાર કરી લીધો છે.
ડ્રાફટ પર સાર્વજનિક મત લેવાની સાથે જ કાયદા મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરી કેન્દ્રીય કેબિનેટ પાસે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સંશોધન ખરડો સંસદમાં રજૂ કરાશે. સરકારે જાહેરાતમાં વડાપ્રધાન મોદીની તસવીર લગાવનારી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને પે-ટીએમને પાછલા વર્ષે નોટિસ ફટકારી હતી. એ સમયે કાયદામાં માત્ર ૫૦૦ રૂપિયાના દંડની જાગવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે નોટિસ મોકલ્યા બાદ સરકારે બન્ને કંપ્નીઓ પર દંડ પણ લગાવ્યો હતો. ત્યારબાદ કાયદામાં ફેરફારની રૂપરેખા તૈયાર કરાઈ હતી. ગ્રાહક મામલાના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફટમાં પહેલી વખત ઉલ્લંઘન કરવા પર રૂ.૨ લાખનો દંડ નક્કી કરાયો છે. એક વખતથી વધુ ઉલ્લંઘન પર દંડની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકા છે. કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવા પર ૬ માસની સજા પણ થઈ શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY