ન્યુ દિલ્હી,તા.૨૪
આ વ્યવસાયી અઠવાડિયાના ત્રીજા દિવસે રૂપિયાએ ડોલરની સરખામણીમાં મજબૂત થવાની શરૂઆત કરી દીધી છે. આજે રૂપિયો એક ડોલરની સરખામણીમાં ૩૪ પૈસા મજબૂત છે. આ મજબૂતી સાથે તે ૭૩.૨૩ સ્તર પર રહેવામાં સફળ થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. આ ઘટાડાનો સીધો લાભ રૂપિયામાં આવેલ મજબૂતીમાં જાવા મળે છે. પહેલાં મંગળવારે પ્રારંભિક વ્યવસાયમાં રૂપિયો ડોલરની સરખામણીમાં નબળો થયો હતો.
મંગળવારે એક ડોલરની સામે રૂપિયો ૭૩.૫૭ ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે પણ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો હતો. તેના કારણે ઘટાડા બાદ રૂપિયામાં ઉછાળો આવ્યો હતો.
સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ કહ્યું છે કે જા જરૂરી હોય તો, વધુ કાચા તેલની સપ્લાય કરી શકાય છે. સઉદીની બાજુથી કાચા તેલના પુરવઠાના સકારાત્મક સંકેત મળતા કાચા તેલના ભાવમાં ૪ ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેનો સીધો ફાયદો રૂપિયામાં મજબૂતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત તરીકે દેખાઈ આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




