વંથલીના સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત

0
14

જૂનાગઢ,તા.૨૪
જૂનાગઢના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇવે પર આજે બુધવારે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે દીપડાને ઠોકર મારતા રોડ પર તરફડ્યા મારીને મોતને ભેટ્યો હતો. વાહનચાલક દીપડાને હડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને દીપડાના મૃતદેહને પીએમ માટે વેટરનરી હોસ્પિટલે ખસેડ્યો હતો.
અગાઉ પણ આ જગ્યાએ વન્યપ્રાણીઓ રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હોય તેવા બનાવો બન્યા છે. ત્યારે દીપડાના મોતથી જીવદયાપ્રેમીઓમાં પણ રોષની લાગણી જાવા મળી રહી છે. જંગલી પ્રાણીઓને સુરક્ષા આપવા જીવદયાપ્રેમીઓમાં માંગ ઉઠી છે. વન વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY