ન્યુ દિલ્હી,તા.૨૬
આજે ફરી એકવાર રૂપિયો ડોલર સામે નબળો થયો છે. ડોલર સામે રૂપિયો આજે ફરી એકવાર ગગડ્યો અને રૂપિયામાં ૧૭ પૈસાનો ઘટાડો થયો છે. જેથી હવે એક ડોલરની કિંમત રૂ. ૭૩.૪૪એ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક મહિનાથી વધુ સમયથી રૂપિયામાં સતત ઘટાડો નોંધાયો છે. વારંવાર રૂપિયો ડોલર સામે નબળો પડી રહ્યો છે અને દેશની આર્થિક સ્થિતિ પર તેની અસર વર્તાઈ છે.
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડોલર મજબૂત બન્યો છે. તો સામે આર્થિક કટોકટી પણ ચાલે છે. જેથી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. બીજી તરફ નિષ્ણાંતોના મતે, રિઝર્વ બેંક પણ વ્યાજદરમાં વધારો કરશે.
આ વધારો થવાની સંભાવના કાચા તેલની વધતી જતી કિંમતો અને ગગડતા રૂપિયાને કારણે ગણવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી પણ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. છતાં રૂપિયામાં મજબૂતી આવતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





