મુંબઈ,તા.૨૬
મહારાષ્ટ્રના ગોરેગાંવની બિલ્ડીંગમાં આગ લાગી. ગોરેગાંવ પ્રાઈમ ફોકસ કંપનીના સાતમા માળે આ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. કંપનીના સર્વરરૂમમાં આ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે સાત ફાયર ફાઈટરની મદદ પણ લેવામાં આવી. આખરે ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો. જા કે, આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. પરંતુ આગમાં કોઈ જાનહાનિ પણ થઈ નથી.
આ ઘટના અંગે મળતી જાણકારી ગત મોડી રાતે ગોરેગાંવની જાણીતી પ્રાઇમ ફોકસ કંપનીના સાતમા માળે આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જા કે, આગ ક્્યાં કારણસર લાગી તે અંગે હજી સુધી જાણકારી પ્રાપ્ત થઇ શકી નહોંતી. આ ઘટના અંગેની જાણ નજીકના ફાયર વિભાગે કરવામાં આવતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






