આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરમગામમાં ચાલતી ખાનગી શાળાઓ નિયમ અનુસાર ચાલતી નથી
૧. ખાનગી શાળામાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નથી.
૨.સ્કૂલની અંદર નોકરી કરતાં શિક્ષકો લાયકાત મુજબ હોતા નથી
૩. શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવે છે જે વિદ્યાર્થી ફી ન ભરી શકતા હોય તેવા વિદ્યાર્થીઓનું શોષણ થાય છે.
૪ સરકાર દ્વારા નક્કી થયેલ ફી કરતાં વધુ ફી ઉઘરાવામાં આવે છે.
૫. નર્સરી જુનિયર સિનિયર આવા ક્લાસની પણ બાર થી પંદર હજાર સુધી ફી લેવામાં આવે છે.
૬. સ્કૂલમાં પાર્કિંગ સુવિધા પણ હોતી નથી.
૭. સ્કૂલમાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ ચોપડીઓ દફતર જેવી વસ્તુઓ લેવાની પરાણે ફરજ પાડે છે જે બજાર કિંમત કરતાં ઘણા ઊંચા હોય છે
આવા અનેક નિયમોને નેવે મૂકીને શિક્ષણને વેપાર બનાવી વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે આવી લૂંટના કારણે મધ્યમવર્ગના પરિવાર પોતાના બાળકોને સારું શિક્ષણ આપવામાં પાછી પાની કરે છે દિવસેને દિવસે ખાનગી શાળાનું પ્રમાણ વધતું જાય છે અને સરકારી શાળાનું પ્રમાણ ઘટતું જાય છે જેવી બાબતોને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે ખાનગી સ્કૂલમાં તપાસ કરવામાં આવે અને નિયમો વિરુદ્ધ ચાલતી શાળાઓના પરવાનો રદ કરવામાં આવે અને શાળાઓ બંધ કરવા ની ઉગ્ર માંગને લઇને ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી યુવા શક્તિ ગ્રૂપ દ્ધારા ઉચ્ચારવામાં આવી હતી …હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ શિક્ષણના નામે થતો વેપાર બંધ થાય છે ?
રીપોર્ટર મુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




