સૌથી નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો, ૭૦.૫૧ રૂપિયાનો એક ડોલર

0
12

ન્યુ દિલ્હી,તા.૨૯
શેર બજારમાં સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ સ્તરે છે, પરંતુ રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રૂપિયો બુધવારે ૨૨ પૈસા ગગડીને ૭૦.૩૨ પર પહોંચી ગયો હતો. એટલું જ નહીં પરંતુ તેમાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે. હવે રૂપિયા એક અમેરિકી ડોલરને મુકાબલે સૌથી નીચલા સ્તરે ૭૦.૫૧ પર પહોંચી ચુક્્યો છે. મંગળવારે રૂપિયો અમેરિકી ડોલરને મુકાબલે ૭૦.૦૯ પર હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી ડોલરની ડિમાન્ડ વધવાને કારણે રૂપિયા પર દબાણ વધી ગયું છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધાર થવાને કારણે ડોલર મજબૂત થયો છે, એટલા માટે દુનિયાભરની કરન્સી પર દબાણ વધ્યું છે. એક્સપર્ટ અનુસાર આવનારા દિવસોમાં હજુ પણ નીચલા સ્તરે પહોંચી શકે છે.
આમ જાવા જઇયે કે રૂપિયામાં ઘટાડો થવા છતાં ભારતમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. જેને કારણે ઘણા એક્સપર્ટ તેને અર્થવ્યવસ્થા માટે એક સારો સંકેત માને છે. તેમનું માનવું છે કે વિદેશી રોકાણ વધવાને કારણે રૂપિયામાં મોટો ઘટાડો અચાનક આવે, તેની આશંકા ખુબ જ ઓછી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY