બાઈકસવાર બુકાનીધારીઓએ યુવાનની છાતીમાં ૨ ગોળી ધરબી દેતા મોત

0
6

માંડવી,તા.૧૫
તાલુકાના મસ્કા ગામના પ્રવેશ પહેલા આશાપુરા સર્વિસ સ્ટેશનમાં ટાટા સફારી કાર લઇને આવેલા આશિષ જાશી ખાટલા પર લાંબા થઈને સુતા હતા તે અવસરે બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જુની અદાવતમાં ઘાતકી હત્યા કરી છે. વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.
થોડા સમયથી મસ્કા ગામમાં પોતાના ઘર લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલ મકાનમાં રહેતા આશિષ ચંદ્રકાંત જાષી (ઉ.વ.૩૦) શુક્રવારે સાંજેથી ૬ વાગ્યાની આસપાસ પોતાની ગાડી સર્વિસ કરાવવા આવ્યો હતો અને પહેલેથી જ રેકી કરીને બાતમીના આધારે અજાણ્યા બન્ને શખ્સો ઘટના સ્થળે આવ્યા હતા.
એક બાઈક પર બે સવાર પૈકી પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે પોતાની પિસ્તોલથી ખાટલા પાસે આવીને ડાબી બાજુની છાતીમાં નજીકથી ગોળી મારતા ઇજા પામનાર નાસવા જતા પાછળના વાંસામાં ગોળી ધરબીને બન્ને શખ્સે ઘાતકી હત્યા કરી નાસી ગયા હતા. મૃતકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના નાના મસ્કા ગામમાં મોટી ઘટના બનતા ઘટના સ્થળે તાત્કાલિક ડીવાયએસપી પંચાલ, એલસીબી અને માંડવી પી.આઇ મહેતા, પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ કાફલો દોડી આવીને હત્યાનો ભેદ ઉકેલવા તપાસમાં લાગી ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY