દ્વારકા,તા.૨૦
દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે ગેંગવોરમાં એકબીજા પર બંને તરફથી એક ડઝનથી વધુ ગોળીઓ વરસાવામાં આવી. પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ગુંડાઓ પર ફાયરિંગ કર્યું હતું. રવિવારે બપોરે ખૂની ખેલમાં બે ગેંસ્ટર્સના મોત થયા છે. એક ગુંડો પોલીસની ગોળીથી માર્યો ગયો હતો જ્યારે બીજાનું મોત સામસામે ગોળીબારમાં થયું હતું.
પોલીસના મતે ગેંગવોરનો પ્રથમ કોલ ૩.૫૭ મિનિટ પર આવ્યો હતો. દ્વારકા મોડ સ્ટેશનની નીચે એક કાર ઉભી હતી. ત્યાં બીજી કાર આવી અને તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીઓ લાગી નહીં તો બીજી કારમાં આવેલા ગુંડાઓએ નજીકથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમાં એક ગુંડાને ગોળી વાગી હતી. આ દરમિયાન ગોળીઓનો અવાજ સાંભળી નજીકમાં ઉભેલી પીસીઆર સ્થળ પર આવી હતી. ગુંડાઓને રોકવા માટે પીસીઆરમાં તૈનાત કોન્સ્ટેબલ નરેશે ફાયરિંગ કરીને લોકોને લલકાર્યા. પોલીસને જાઇ આ લોકોએ પોલીસ પર પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં પોલીસે ત્રણ ફાયરિંગ કર્યા, જેમાં એક ગોળી ગુંડાને વાગી હતી.
સાક્ષીઓના મતે ગોળીબારનો અવાજ સાંભળી દ્વારકા મોડની આજુબાજુ અફડાતફડીનો માહોલ બની ગયો હતો. લોકો આમતેમ ભાગીને આસપાસની દુકાનોમાં છુપાઇ ગયા હતા.
દ્વારકા મોડ મેટ્રો સ્ટેશનની પાસે ગેંગવોરમાં મૃત્યુ પામનારા ગેંગસ્ટરમાં એક મંજીત મહાલ ગેંગનો ડાબો હાથ પ્રવીણ ગેહલોત અને બીજા ગુંડો વિકાસ દલાલ હતો. વિકાસ પહેલા મંજીત મહાલ ગેંગ માટે જ કામ કરતો હતો, પરંતુ બાદમાં તે આ ગેંગથી અલગ થઇ ગયો અને ત્યારથી બંનેની વચ્ચે દુશ્મની હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



