મુંબઇ,તા.૩૧
મહારાષ્ટ્ર મંત્રીમંડળના વિસ્તાર બાદ મંત્રીઓને ઓફિસની ફાળવણી શરુ થઈ ગઈ છે ત્યારે એક આશ્ચર્યજનક હકીકત સામે આવી છે.
રાજ્યના મંત્રાલય સંકુલમાં છઠ્ઠા માળ પરની એક ઓફિસ લેવા માટે એક પણ મંત્રી તૈયાર નથી. કારણકે ૬૦૨ નંબરની આ ઓફિસ અપશુકનિયાળ મનાય છે. ભૂતકાળમાં આ ઓફિસમાં બેસનાર એક પણ મંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી.
જેના કારણે ૩૦૦૦ સ્કેવરફૂટની આ ઓફિસ હાલમાં પણ ખાલી છે. અગાઉ આ જ ઓફિસ મહારાષ્ટ્રમાં સત્તાનુ કેન્દ્ર મનાતી હતી. જ્યાં પહેલા સીએમ, સૌથી સિનિયર મંત્રી અને મુખ્ય સચિવ બેસતા હતા પણ હવે તેમાં કોઈ કામ કરવા માટે પણ તૈયાર નથી.
૨૦૧૪માં ભાજપની સરકાર બન્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને આ ઓફિસ ફાળવાઈ હતી. ખડસે તે વખતે કૃષિ, અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ જેવા મંત્રાલયો સંભાળતા હતા.જોકે બે જ વર્ષમાં તેઓ એક ગોટાળામાં ફસાયા હતા અને તેમને રાજીનામુ આપવુ પડયુ હતુ. આ ઓફિસમાં બાદમાં નવા કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરને આપી હતી.
જોકે બે વર્ષમાં તેમનુ હાર્ટ એટેકના કારણે અવસાન થયુ હતુ. એ પછી આ ઓફિસ કોઈને આપવામાં આવી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



