રિષભ પંત રસપ્રદ ખેલાડી,તેણે સાતત્યસભર પ્રદર્શન કરવું પડશે : એડમ ગિલક્રિસ્ટ

0
13

મેલબર્ન,તા.૧૦
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટ માને છે કે રિષભ પંત એક રસપ્રદ ખેલાડી છે અલબત ધોનીની કમી પુરી કરતાં સમય લાગશે. પુણે એક કાર્યક્રમમાં આવેલા ભુતપુર્વ વિકેટ કિપર એડમ ગિલક્રિસ્ટને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે રિષભ પંત એક રસપ્રદ ખેલાડી છે. પણ હજુ તે સાતત્યસભર પ્રદર્શન કરે તે જાવું રÌš.આમ પણ મહેંદ્ર સિંઘ ધોની કે જે ઉત્કૃષ્ટ વિકેટ કીપર, બેટ્‌સમેન અને કેપ્ટન હતો તે સમય આવ્યે જ ખબર પડશે.
તો વિરાટ અંગે પુછાયેલાં પ્રશ્નનાં જવાબમાં તે કહે છે કે વિરાટ કોહલી માં મને સૌથી વધુ ગમતી બાબત એ છે કે તે આક્રમક છે અને તેની ટીમને આક્રમકતાથી લીડ કરે છે. જ્યાં સુધી ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકો અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવની વાત છે ત્યાં સુધી તે અને કેપ્ટન બન્યા બાદ ઘણો પરિપક્વ બન્યો છે. અને તે ખરેખર ચેમ્પિયન ક્રિકેટર છે. તો સાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની હરકત ( બોલ ટેંમ્પરિંગ ) અંગે તે કહે છે કે જીતવું ખુબ જરુરી છે પણ ઈમોશનલ થયાં વગર સાચી રીતે જીતવું ખુબ જરુરી છે.
આગામી વર્લ્ડકપમાં કોણ પ્રબળ દાવેદાર હશે તેનાં જવાબમાં તે કહે છે કે યજમાન ઈંગ્લેંડ , ઓસ્ટ્રેલિયા , ભારત અને પાકિસ્તાન સેમી ફાઈનલમાં હોઈ શકે છે. પાકિસ્તાન વલ્ડઁ કપ નો ડાર્ક હોર્સ છે અને તે ગેમ ચેંજર બની શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY