અમદાવાદ,તા.૨૮
તાજેતરમાં રૂ. ૨૬૦ કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ આચરી નાસી છૂટેલો વિનય શાહ ભલે નેપાળમાં પકડાઈ ગયો હોય, પરંતુ તેને નેપાળથી પરત લાવવાનું કામ એટલું સહેલું નથી. ભારત-નેપાળ વચ્ચે ૧૯૬૩ની સાલમાં થયેલી પ્રત્યાર્પણ સંધિ જ વિનયને પરત લાવવાના માર્ગમાં મોટું વિધ્ન બની છે. વિનયને ઝડપભેર ભારત લાવવા સીઆઈડી ક્રાઈમ ગમે એટલા દાવા કરે પણ હકીકત એ છે કે જે ગુના હેઠળ બંને દેશ ભાગેડુ આરોપીઓની એકબીજાને સોંપણી કરી શકે તેમાં નાણાંકીય ગોલમાલ કે છેતરપિંડીમાં સંડોવાયેલા ગુનેગારને પરસ્પર સોંપવાનો કોઇ ઉલ્લેખ નથી.
સીઆઇડી ક્રાઇમે આપેલી વિગતો મુજબ વિનય નેપાળમાં ૩૧ લાખનું મૂલ્ય ધરાવતા વિદેશી ચલણ સાથે પકડાયો હોવાથી તેની સામે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદાની જાગવાઇ મુજબ આરોપી જેટલા વિદેશી ચલણ સાથે પકડાયો હોય તેના ત્રણ ગણી રકમ દંડ તરીકે ભરે તે પછી જ તેનો છૂટકારો થાય છે અને જા ન ભરે તો ૩ વર્ષની જેલની સજાની જાગવાઇ છે. હવે વિનય પાસે સજાના આ બે વિકલ્પ ઉપલબ્ધ બને તો સ્વાભાવિકપણે તે ગુજરાતમાં ગુનાની તપાસમાંથી બચવા જેલની સજાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આથી સીઆઈડી ક્રાઈમ ભારત અને નેપાળ વચ્ચેની પાંચ દાયકા જૂની પ્રત્યાર્પણ સંધિનો સહારો લઇ શકે છે. જો કે આ કાયદાની જાગવાઇ એક કોઠા સમાન છે જે વિંધી શકાય તેમ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




