સુપ્રીમ કોર્ટે પંચાયતની ૩૪ ટકા બેઠકોના પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો

0
11

મમતા સરકારને રાહત
ન્યુ દિલ્હી,તા.૨૪
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીના વિવાદમાં સુપ્રિમ કોર્ટે મમતા બેનરજી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને બદલીને રાજ્યના ચૂંટણી પંચને બાકીની ૩૪ ટકા પંચાયત ચૂંટણીની બેઠકોનુ પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે ઈ નોમિનેશનની જોગવાઈ ચૂંટણીના નિયમનો ભાગ નથી. આ સંજાગોમાં જેમને પણ ચૂંટણીની પ્રક્રિયા સામે ફરિયાદ છે તે આગામી ૩૦ દિવસોમાં પિટિશન કરી શકે છે.
ઉલ્લેખીય છે કે પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી દરમિયાન ૩૪ ટકા બેઠખો પર ટીએમસી બીનહરિફ જીતી હતી. જેના પર સવાલો ઉઠ્યા હતા. હવે જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે આ તમામ બેઠકો પર ફરી ચૂંટણી નહી થાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY