મોરબી,
તા.૨૬/૦૩/૨૦૧૮
મોરબી રાજકોટ હાઇવે ઉપર આજે મળસ્કે ટંકારાના ધ્રુવનગર નજીક ૧૩ નાળાના પુલ ઉપર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક ટ્રક ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય ટ્રક ચાલકને ગંભીર ઈજા સાથે રાજકોટ હોસ્પટલે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે પાંચેક કલાક સુધી ભારે ટ્રાફિક જામ થતા હાઈવે ઉપર બંને તરફ પાંચ કિ.મી.વાહનોની લાંબી કતાર લાગી હતી. જા કે,સ્થાનિક પોલીસ સ્થળ ઉપર દોડી જઈ વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. બન્ને ટ્રકના બોનેટનો બુકડો બોલી જતા ડ્રાઇવરનો મૃતદેહ કેબિનમાંથી બહાર કાઢવા જેસીબીની મદદ લેવામાં આવી હતી.
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ નજીક જીવામામાના મંદિરની સામે પસાર થતા હાઇવે ઉપર સોમવારે વહેલી પરોઢે લગભગ સવા પાંચ વાગ્યે કચ્છ તરફથી ઘઉં ભરીને રાજકોટ જતો ટ્રક નં.જી.જે.૧૨ યુ ૬૯૪૩ પસાર થઈ રહ્યો હતો. સામેથી રાજકોટ તરફથી ઘઉં ભરીને મોરબી જતો ટ્રક નં.જી.જે.૩ યુ ૪૨૪૯ પુલની વચ્ચે સામે ધસી આવ્યો હતો. બંને ટ્રક સામસામે આવીને ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમા એક ટ્રક ચાલક ભેરારામ દંતારામ સારણ (ઉ.૩૫)રહે. બાડમેર (રાજસ્થાન)નું કેબીનમા ફસાઇ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચાલકનો મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબીની મદદ પોલીસને લેવી પડી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"