સ્ટેશન પર અફડાતફડી

0
52

ઉત્તરપ્રદેશમાં હાલમાં જ લાપરવાહીની વધુ એક ઘટના સપાટી પર આવી હતી. જેના કારણે એક યાત્રીનુ મોત થયુ હતુ. લખનૌની પાસે હરૌની સ્ટેશન પર આવી રહેલી એક પેસેન્જર ટ્રેનના પ્લેટફોર્મ નંબર છેલ્લી ઘડીએ બદલાઇ જતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. જેના કારણે એક વ્યક્તનુ મોત પણ થઇ ગયુ હતુ. બે લોકો ઘાયલ પણ થઇ ગયા હતા. છેલ્લી ઘડીએ પ્લેટ ફોર્મ બદલાઇ જવાની બાબત એવી બાબત છે જેના કારણે રેલવે યાત્રીઓને વારંવાર હેરાન પરેશાન થવાની ફરજ પડે છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે સ્ટેશન પર આવેલા વરિષ્ઠ લોકો, બાળકો, મહિલાઓ અને ખાસ કરીને બિમાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વધારે પ્રમાણમાં લગેજ ધરાવનાર લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આને સ્ટેશન મેનેજમેન્ટનો સ્થાનિક મામલો ગણીને સંભવિત રીતે રેલવે દ્વારા ક્યારેય રાષ્ટ્રીય સ્તર પર કોઇ દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા નથી.

પરિણામ એ છે કે યાત્રીઓને છેલ્લી ઘડી સુધી ટ્રેનના પ્લેટફોર્મ બદલાઇ જવાનો ભય સતાવતો રહે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર લખનૌ કેનટ સ્ટેશન પર છેલ્લા ૭૧ કલાકમાં ૧૯ ટ્રેનોના પ્લેટફોર્મ નંબર બદલી દેવામાં આવ્યા છે. અધિકારીઓનુ કહેવુ છે કે પ્લેટફોર્મ ક્યારેય પણ કોઇ કારણ વગર બદલી દેવામાં આવતા નથી. હમેંશા આની પાછળ કોઇ નક્કર કારણો હોય છે. જા કે વારંવાર નિયમિત રીતે જે અહેવાલો આવતા રહે છે તે નવા પ્રશ્ન ઉભા કરે છે. આમાં કેટલાકની ભૂમિકા નીચલા સ્તર પર જારી ભ્રષ્ટાચારની પણ હોઇ શકે છે. થોડાક દિવસ પહેલા બિહારના એક રેલવે સ્ટેશન પર વેન્ડરો અને રેલવે કર્મચારીઓ વચ્ચે વાતચીતની ઓડિયો ક્લીપ સપાટી પર આવી હતી. જેમાં સ્ટેશનના એક જવાબદાર રેલવે કર્મચારી વેન્ડરોને ધાક ધમકી આપી રહ્યો હતો. સાથે સાથે કહી રહ્યો હતો કે જા પૈસા આપવામાં આવશે નહી તો ટ્રેનો બીજા પ્લેટફોર્મ પર મોકલી દેવામાં આવશે. ઉત્તરપ્રદેશના જાનપુર સ્ટેશન પર તાજેતરમાં જ બહારના વેન્ડરો અને પેન્ટ્રી કાર કર્મચારીઓની ધોળાઇની ઘટના પણ બની હતી. આ ઘટનાથી હિતોના સંઘર્ષનો મામલો સપાટી પર આવ્યો હતો. આ સંદર્ભમાં યાદ કરી શકાય છે કે કેટલાક સમય પહેલા સુધી દિલ્હીના સ્ટેશનો માટે એક દિશા નિર્દેશ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોઇ પણ ટ્રેનના પ્લેટફોર્મ નંબર ટ્રેન આવવાના અડધા કલાક પહેલા નક્કી કરી દેવામાં આવે. ઇમરજન્સી સ્થતીને બાદ કરતા કોઇ પણ સમય પર પ્લેટ ફોર્મ નંબર બદલવા જાઇએ નહી. રેલવેને આ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે કે આ આદેશને દેશભરમાં લાગુ કરવામાં શુ અડચણો આવી રહી છે. શુ આ સમસ્યા એટલી મોટી છે કે તેને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરી શકાય તેમ નથી. સ્ટેશન પર વારંવાર જે પ્રકારની અફડાતફડી જાવા મળે છે તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થતીમાં હવે રેલવેને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અને કોઇ પણ પરેશાનીથી યાત્રીને બચાવવા માટે ગંભીરતાપૂર્વૅક આગળ વધવામાં આવે. સ્ટેશન પર આ સમસ્યા હાલ સર્વ સામાન્ય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY