સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઈચ્છા : એમી જેક્શન

0
16

મુંબઈ,તા.૨૨
બોલિવૂડ ઉપરાંત તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાની એકટિંગથી ધમાલ મચાવનાર એમી જેક્શન સુપરસ્ટાર રજનીકાંત અને ખિલાડીકુમાર અક્ષયકુમાર સાથે ફિલ્મ ‘૨.૦’માં જાવા મળશે. તેણે તામિલ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. હિંદી ફિલ્મના દર્શકો પણ તેને સારી રીતે જાણે છે.
તે કહે છે કે હું મારી ફિલ્મોની પસંદગી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખું છું. હું ફિલ્મોમાં મારી ભૂમિકાની પસંદગીને લઇ સજાગ રહું છું. હું ઇચ્છું છું કે દરેક ભૂમિકા એકબીજાથી અલગ હોય. હું ઘણાં બધાં સપનાં લઇને ભારત આવી હતી.
હોલિવૂડની સુપરહીરો ટેલિવિઝન સિરીઝ ‘સુપરગર્લ’માં પણ એમી કામ કરી રહી છે. એમી સલમાન ખાનની પણ મોટી ફેન છે. તે કહે છે કે થોડાં વર્ષ પહેલાં મને સલમાન ખાન સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. તે ફિલ્મ ‘કિક’ હતી, પરંતુ નસીબજાગે હું તે ફિલ્મનો ભાગ ન બની શકી, કેમ કે સાઉથની ફિલ્મ ‘આઇ’ સાથે મારો કોન્ટ્રાક્ટ હતો.
ત્યારબાદ આ ફિલ્મ જેકલીન ફર્નાન્ડીઝના ખાતામાં ગઇ અને અચાનક તે લાઇમલાઇટમાં આવી ગઇ. મને અફસોસ પણ થયો હતો. હું આજે પણ સલમાન સાથે એક ફિલ્મ કરવા ઇચ્છું છું. મારા વિશ લિસ્ટમાં પહેલાંથી સલમાન ખાન અને અક્ષયકુમાર સામેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY