કેનેડાના કાયમી વિઝાના નામે રૂ. ૧૬.૫૪ લાખની ઠગાઈ

0
9

ડીસીબી પોલીસે ગુનો નોંધી અમરોલીના ચીટર દિનેશની તપાસ હાથ ધરી
સુરત, તા. ૦૬
કેનેડાના પરમેનન્ટ રેસીડેન્ટ વિઝા અપાવવાની નામે રૂ. ૧૬.૫૪ લાખની ઠગાઈ કરનાર અમરોલીના દિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ડીસીબી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ સ્વામી નારાયણ મંદિર પાસે યોગી પાર્કમાં રહેતા નારાયણ સિંગે આરોપી દિનેશ સુરેશભાઈ સોલંકી (રહે. સ્વસ્તિક રો હાઉસ, કોસાડ રોડ, અમરોલી), વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને કેનેડાનો પરમેનન્ટ રેસીડેન્ટ વિઝા અપાવવાનો ભરોસો આપી રૂ. ૧૬,૫૪,૨૦૦ મેળવ્યા હતા અને વિઝા ક્લિયર નહીંકરાવી આપી નાણા પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આરોપી દિનેશ સોલંકીએ આ રીતે અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી. ડીસીબી પોલીસે ફરિયાદ નોંધી તપાસી હાથ ધરી છે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY