સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તા.પો.સ્ટે. વિસ્તારના સતવારા સમાજની વાડી પાસેથી ઇંગ્લીશ દારુના કટીંગ માટે આવેલ ટ્રક, મહીન્દ્રા જાયલો તેમજ કવાલીસ ગાડી ને પકડી પાડી ટ્રક માં ભરેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ-૨૩૧૭૨, બીયર ટીન નંગ-૯૧૫૨ કિ.રૂ. ૩૫,૩૨,૮૦૦/-તથા વાહનો મળી કુલ રૂ.૬૫,૩૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારુનુ કટીંગ પકડતી આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ ,નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ. કૃણાલ પટેલ તથા તેમની ટીમને મળેલ વધુ એક મોટી સફળતા જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના પથુગઢ ગામે સતવારા સમાજની વાડી પાસે આરોપી (૧) વસંતભાઇ કાનજીભાઇ વાણીયા રે.પીપડી તા.પાટડી (ર) હસન ઉર્ફે પતીયો અબ્દુલભાઇ કુરેશી રે.પથુગઢ તથા (૩) હુસૈન ઉર્ફે તોલીયો અબ્દુલભાઇ કુરેશી રે.પથુગઢ વાળાઓ ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાના છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી રેઇડ કરતા સદર જગ્યાએથી ટ્રક તેમજ ર(બે)-ગાડીઓ મળી આવેલ કોઇ આરોપી હાજર મળી આવેલ નહીં સદર ટ્રકમાં તપાસ કરતા ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ- ૨૩૧૭૨ તથા બીયર ટીન નંગ-૯૧૫૨ કિ.રૂ.૩૫,૩૨,૮૦૦ /- તથા ટ્રક રજી.નં.એમપી-૦૯-એચસી-૮૧૮૯ , કવાલીસ ગાડી રજી. નં.જીજે-૧-એચસી-૫૩૫૩ તથા મહીન્દ્રા જાયલો ગાડી રજી. નં. જીજે-૧૨-બીએફ-૦૩૩૨ મળી કુલ રૂ.૬૫,૩૨,૮૦૦/- નો મુદ્દામાલ પંચનામાની વિગતે કબ્જે કરી આરોપીઓ (૧) વસંતભાઇ કાનજીભાઇ વાણીયા રે.પીપડી તા.પાટડી (ર) હસન ઉર્ફે પતીયો અબ્દુલભાઇ કુરેશી રે.પથુગઢ તથા (૩) હુસૈન ઉર્ફે તોલીયો અબ્દુલભાઇ કુરેશી રે.પથુગઢ (૪) ટ્રક રજી.નં.એમપી-૦૯-એચસી-૮૧૮૯ નો ચાલક (૫) કવાલીસ ગાડી રજી. નં.જીજે-૧-એચસી-૫૩૫૩નો ચાલક (૫) મહીન્દ્રા જાયલો ગાડી રજી. નં. જીજે-૧૨-બીએફ-૦૩૩૨નો ચાલક તથા સદર ઇંગ્લીશ દારુ ભરી આપનાર-મોકલનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



