ફેસબુક પર મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ આપત્તિજનક કમેન્ટ કરનાર યુવકની ધરપકડ

0
13

લખનઉ,તા.૨૭
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરવાને કારણે એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે આ યુવકે મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરી હતી. ત્યારપછી આગ્રા પોલીસ સાયબર સેલે તેની ધરપકડ કરી લીધી. મળતી જાણકારી અનુસાર યુવકનું નામ વિનીત પ્રતાપ સિંહ છે અને તે માસ કોમ્યુનિકેશનનો વિધાર્થી છે. પોલીસે તેના ઘરેથી તેની ધરપકડ કરી છે.
વિનીત પ્રતાપ સિંહ વિરુદ્ધ પોલીસે આઇટી એક્ટ ૬૭ હેઠળ કેસ નોંધી લીધો છે. આરોપ છે કે વિનીતે ૧૧ જુલાઇએ મુખ્યમંત્રી વિરુદ્ધ આપત્તીજનક કમેન્ટ કરી હતી. ખરેખર લખનઊ ના રહેવાસી અસદ સીદીકીએ ૧૧ જુલાઇએ ફેસબૂક પર મુખ્યમંત્રીની એક આપત્તીજનક ફોટો પોસ્ટ કરી હતી. જેના પર કુલ ૬ લોકોએ દિલ્હી, આગ્રા, કાનપુર અને ઇટાવાથી કમેન્ટ કરી હતી.
આ ઘટનાની જાણકારી મળ્યા પછી એસપી અમિત પાઠકે આ મામલે રકાબગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો અને સાયબર સેલને આખા મામલે જાંચ કરવા માટે કહ્યું. મામલાની જાંચ કરી રહેલા પોલીસ અધિકારી અમિત કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે વિનીત એક સારા પરિવારથી આવે છે, પરંતુ તેને મુખ્યમંત્રી વિરુદ્ધ કમેન્ટ કરી હતી જે ભડકાવ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY