ડીંડોલીના લક્ષ્મણ નગરમાં ભંગારની દુકાનમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા

0
89

ડીંડોલીના લક્ષ્મણનગરમાં એક ભંગારની દુકાનમાં જુગાર રમી રહેલા ૧૧ જણાને એસઓજીએ ઝડપી લીધા હતા અને ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ.૮૫ હજારની મત્તા કબજે લીધી હતી.
એસઓજીના પી.આઈ.આર.આર. ચોઘરીની સુચનાથી પી.એસ.આઈ. એસ.એસ. દેસાઈ અને સ્ટાફના માણસો ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે હેડ.કોન્સ. હિતેશ ચૌહાણને એવી માહિતી મળી હતી કે ડીંડોલીના લક્ષ્મણનગરમાં ભંગારની દુકાન ચલાવતો અનીલ ઉર્ફે આબા રામદાસ પાટીલ પોતાની દુકાનમાં પતરાની રૂમમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. જેને આધારે એસઓજી ના સ્ટાફે આજે લક્ષ્મણનગરમાં ભંગારની દુકાનમાં રેડ કરી હતી જ્યાંથી દુકાન નો માલિક અનીલ ઉર્ફે આબા રામદાસ પાટીલ સહિત ૧૧ જણા જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ૧૦ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ.૮૫ હજારની મત્તા કબજે લીધી હતી. ભંગારની દુકાનમાં અનીલ ઉર્ફે આબાએ જુગાર રમાડવા માટે પતરાની એક રૂમ બનાવી હતી અને ગેમ દીઠ તે નાળ લેતો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY