ઈન્ડિયન હાઈ કમાન્ડના સૂત્રોના જણાવ્યા મુજબ,
ન્યુ દિલ્હી,તા.૧૫
પંજાબ બેંક સાથે ૧૨૬૦૦ કરોડનુ કૌભાંડ કરીને નિરવ મોદી અને મેહૂલ ચોકસી ફરાર થયો છે. હવે ઈન્ડિયન હાઈ કમાન્ડના સૂત્રોના આધારે મળી રહેલી માહિતી મુજબ ફરાર વેપારી નીરવ મોદી બ્રિટેનના લંડનમાં છે. જાકે યુકેમાં નીરવ મોદી ત્યાં છે તેની હજી સુધી કોઈ જાણકારી મળી નથી.
નીરવ મોદી અને મેહૂલ ચોકસી ન્યૂ યોર્ક, હોન્ગ કોન્ગ અથવા સ્વિટરઝરલેન્ડમાં હોય તેવી શકયતા છે. આ મામલે ભારતમા હજી સુધી પુÂષ્ટ કરવામાં આવી નથી. મહત્વનુ છે કે, ૨૯ ડિસેમ્બરના રોજ બેંક સાથે કૌભાંડમા નીરવ મોદીનુ નામ આવતા તે ફરાર થયો હતો.
ત્યાર પછી કોર્ટે તેના વિરૂદ્ધમાં બિન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યો હતો. વોરંટ બાદ પણ મેહૂલ અને નીરવ મોદી હાજર થયા ન હતા. બન્ને લોકો હાજર ન થતા કોર્ટે નીરવ મોદી અને મેહૂલ ચોકસીના પાસપોર્ટ રદ્દ કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતમાં કોઈ પણ વ્યક્તિ બે પાસપોર્ટ રાખી શકતો નથી. આ ગેરકાયદેસર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


