લીલી પરિક્રમા કરવા ટ્રેન પર ચડ્યા ભાવિકો, સેલ્ફી લેવા જતા એક યુવાન પટકાયો

0
144

૨ લાખ લોકો પરિક્રમામાં ઉમટ્યા, ૧૦૦ જેટલા અન્નક્ષેત્રો ચાલુ કરાયા
ગિરનાર પરિક્રમાના દરવાજા બે દિવસ વહેલા ખુલ્યા
જુનાગઢ,તા.૧૭
૩૩૩૦ ફૂટની ઉંચાઇ પર ગુરૂદત્તના બેસણા છે અને તેની ફરેત ૩૬ કિમીમાં પરિક્રમમાં કરવાનો આ પાવન અવસર છે. કારતક સુદ અગિયારસથઈ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ લીલી પરિક્રમાને લઇને સૌરાષ્ટ્રને ૪૫ કરોડથી વધુનો વ્યવસાય મળી રહે છે. ખાસ કરીને નાના ધંધાર્થીઓ માટે આ એક કમાવાનો અવસર છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જાખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ જઇ રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે આ નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.
લીલી પરિક્રમમાં ટ્રેન પર ચડી લોકો જઇ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહીં. જાખમી સવારીમાં ઉનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જાવા મળી રહ્યો છે. ટ્રન પર મુસાફરી કરતા લોકોનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો.
ભવનાથ અને પરિક્રમા રૂટ પર ૧૦૦ જેટલા અન્નક્ષેત્રો ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઇ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ ૩૨ જેટલી ધર્મશાળા, ૨૨૦૦ પોલીસ, ૪૫ રાવટી, ૨૬ સીસીટીવી, ૩૯૦ એસટી બસ સહિતની સવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે ૨ લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા છે અને લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.
જૂનાગઢની લીલી પરિક્રમાને લઇને ભાવિકોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જાવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જાખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જાખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.
બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.
સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ એવી ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત દેવ દિવાળીની મધ્ય રાત્રિથી થતી હોય છે. પરંતુ ઉતાવળિયા પ્રવાસીઓ વહેલા આવી જતા હોય છે.
વન વિભાગે આ વખતે પરિક્રમાર્થીઓ માટે દરવાજા નહિ ખોલતા એક લાખ જેટલા યાત્રાળુઓએ ભવનાથમાં પડાવ નાખ્યો છે. જાકે પરિસ્થિતિ જોઈને વન વિભાગ દ્વારા આજે સવારે છ વાગ્યાથી પરિક્રમાનું પ્રવેશ ઇટવા દરવાજાને ખુલ્લા મૂકવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY