અભણ પિતાએ શાળા માટે રૂ ૧૦ લાખની જમીન દાન આપવા દિકરાને પ્રેરણા આપી

0
8

ગીર-સોમનાથ,તા.૨૯
શહેરી વિસ્તારોમાં કરોડોનો ખર્ચે નિર્માણ થતા શૈક્ષણિક સંકુલો સામે વેરાવળ પાસેના ઇણાજના વાડી વિસ્તારમાં રૂ. ૨૪ લાખનાં ખર્ચે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ થયેલી સોનપાટ સીમશાળા અંતરિયાળ વિસ્તારમાં નાના ભુલકાઓ માટે દિવાદાંડી રૂપ બની છે.
આ શાળાની ખાસ વાત એ છે ઇણાજનાં ૭ ધોરણ ભણેલા લખુભાઇ સોલંકીને તેમના પિતા ભારાબાપાએ ભુલકાઓ માટે ભાર વિનાનાં ભણતર માટે રૂ. ૧૦ લાખની ખેતીની કિંમતી જમીન શાળાનું મકાન બનાવવાં દાન આપવા પ્રેરણા આપી હતી. ગુરુવારે ઇણાજની સીમ વિસ્તારનાં ૬૦ બાળકો માટે નિર્મિત આ શાળાને દાતા પરિવાર સાથે જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જાટવાએ બાળકો માટે ખુલ્લી મુકી હતી.
શાળાનું શિક્ષણ પરિવાર ભાવના અને દાતા પરિવારની લાગણી સાથે નાતો જાડી જિલ્લા કલેકટરએ શાળા સુધી પહોંચવા ૧૦ મીટર પહોળા અને ૩૨૪ મીટર લંબાઇનાં સિમેન્ટ રોડ માટે રૂ.૩.૫૦ લાખની ગ્રાન્ટ મંજુર કરી કહ્યું કે, વહિવટીતંત્ર અને લોકભાગીદારીનું શ્રેષ્ઠ મોડલ ઇણાજની સોનપાટ સીમશાળા છે. આ શાળાની હવે હું અવાર-નવાર મુલાકાત લઇશ તેમ જણાવી ઉમેર્યું કે, પોતાની કિંમતી જમીન શિક્ષણ માટે દાનમાં આપવી એ સેવાની ભાવના છે અને આવું દરેક ક્ષેત્રે બને તો વિકાસ ખુબ ઝડપથી થઇ શકશે.આ પ્રસંગે શાળાની જમીનદાતા સોલંકી પરિવારનું જિલ્લા કલેકટર, અને ગ્રામજનો દ્વારા બહુમાન કરાયું હતું.
શાળાનાં ભુતપૂર્વ આચાર્ય રમેશભાઇ ઝાલા અને વર્તમાન આચાર્ય ભરત ચુડાસમાનું બાળકોને શિક્ષણ માટે હંમેશા પ્રોત્સાહિત કરવા ગ્રામજનો અને યુવાનો દ્વારા બહુમાન કરાયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY