અમદાવાદ,તા.૨૯
કાર આપવાની લલચામણી જાહેરાત આપીને સરખેજની એક વ્યકિત સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા બે શખ્સો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ બનાવની વિગત મુજબ સરખેજના પતિવાળીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જાહિદભાઈ ટાંકે અખબારમાં સુન્દરમના નામની જાહેરાત જાઈ હતી. જેમાં ટોયોટા ઇનોવા કિ સટા ગાડીનું ૧૫ ટકા ડાઉન પેમેન્ટ ભરો અને ગાડીના માલિક બનો. ગાડીનો જય ભાઈએ સિદ્ધિવિનાયક ટાવરમાં આવેલી સુંદરમ કંપનીની ઓફિસમાં જઈને મેનેજર ચિરાગભાઈ ડોબરીયાનો સંપર્ક સાધ્યો હતો. પાંચ વર્ષનો એગ્રીમેન્ટ અને ગાડી નામ પર જ રહેશે તેમ જણાવ્યું હતું.
સુંદરમ કંપનીની ઓફિસમાં મેનેજર કિરણભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે ઈનોવા ગાડી નું ૧૫% ડીપી ભરી તમે માલિક બનો અને પાંચ વર્ષ સુધી ધંધો પણ અમે તમને આપીશું. ઉપરાંત પાંચ વર્ષ સુધી ડીઝલ તથા ત્રણ વર્ષ સુધીનું મેન્ટેનન્સ પણ કંપની તરફથી આપવામાં આવશે.
દર મહિને ભાડા પેટે ૬૨ હજાર રૂપિયા મળશે તમને તથા ગાડીનો પાંચ હજારનો હપ્તો તેમાંથી કપાશે બાકીના ૨૭૦૦૦ તમારા એકાઉન્ટમાં જમા થશે. હાલ કંપનીના માલિક છે તેમની સાથે મીટીંગ કરવી હોય તો આવજા. કંપનીના એકાઉન્ટમાં એક લાખ રૂપિયાનો ચેક ભર્યો હતો સામે તેમને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો હતો.
જાકે ત્યારબાદ મેનેજર કિરણભાઈએ બ્હાના બતાવવાનું શરૂ કરતા જયને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. આથી તેમણે સુન્દરમના માલિક રાજીવ યાદવ અને મેનેજર કિરણભાઈ ડોબરીયા સામે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ગુનો સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. સુન્દરમ કેબ્સના માલિક રાજીવ ઓમપ્રકાશ યાદવ અને મેનેજર કિરણભાઈ ડોબરિયા સામે ગુનો દાખલ કરાયો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




