તિરુવનંતપુરમ્,તા.૧૪
જા તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.
કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મામલે વિરોઘ ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.
આ વિરોધ વચ્ચે, કેરળનાં સબરીમાલા મંદિરનું સંચાલન કરતા દેવોસ્વોમ બોર્ડનાં પૂર્વ પ્રમુખ ગોપાલાક્રિષ્નને કહ્યુ કે, જા તમામ ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તો આ પવિત્ર જગ્યા થાઇલેન્ડ બની જશે.
ગોપાલાક્રિણ્નને એમ પણ કહ્યુ કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે આવશે તેને કિયા તો વાઘ ઉપાડી જશે અથવા પુરુષો હેરાન કરશે અને તેઓ ફરિયાદ કરી શકશે નહીં. ભગવાન અયપ્પાનો ઓરા ખતમ થઇ જશે.
સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. આ રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. ધ નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



