‘તું ધારાસભ્ય હોય તો શું થઈ ગયું, ચાલ નીકળ,’ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ

0
16

અમદાવાદ,તા.૧૪
પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બબાલનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા અને એક પોલીસકર્મી વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ઝઘડો થયો હતો. આ સમગ્ર બબાલનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલ ફોનમાં ઉતારી લીધો હતો.
સામે આવેલા વીડિયોમાં જાઈ શકાય છે કે પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગોમતીપુર પોલીસ મથકમાં જ ધક્કામૂકી અને ઝપાઝપી થાય છે. આ દરમિયાન પોલીસકર્મી પૂર્વ ધારાસભ્યને એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે, “તું ધારાસભ્ય હોય તો શું થયું, ચાલ નીકળ અહીંથી.” આ દરમિયાન અમુક પોલીસકર્મીઓ એવું પણ કહી રહ્યા છે કે આ વ્યકિતને પોલીસ સ્ટેશન અંદર લઈ લો.
સામે પક્ષે પૂર્વ ધારાસભ્ય પોલીસને નીકળ…નીકળ નહીં કહેવાનું તેમજ ધક્કા નહીં મારવાનું કહેતા તેની સાથે રહેલા એક વ્યકિતને આ ઘટનાનો વીડિયો ઉતારવાનું કહે છે. પૂર્વ ધારસભ્ય પોલીસકર્મીને એવું પણ કહી રહ્યા છે કે તું કોને નીકળવનું કહી રહ્યો છે. આ દરમિયાન પોલીસકર્મી એવું પણ કહી રહ્યો છે કે, ‘તું એટ્રોસિટી કેવી રીતે દાખલ કરીશ. અમે સાચા જ છીએ.’
બબાલ દરમિયાન પોલીસકર્મી અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. બંને એકબીજા તરફ આંગળી ચીંધીને વાત કરી રહ્યા છે. એટલું જ નહીં બબાલ દરમિયાન કોઈના મોઢે એવી વાત પણ સાંભળવા મળે છે કે કોણ હપ્તા લે છે તે ખબર છે. અંતે પૂર્વ ધારાસભ્ય અને પોલીસકર્મીઓ પોલીસસ્ટેશન અંદર જાય છે. આ સમગ્ર બબાલ કયા કારણને લઈને થઈ હતી તે જાણવા મળ્યું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY