મુંબઈ,તા.૧૮
ગયા વર્ષના માર્ચ મહિનાથી લંડનમાં ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર જેવી દુર્લભ અને ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલો અભિનેતા ઈરફાન ખાન સારવાર બાદ ભારત પરત ફર્યો છે. એમના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે બીમારીમાંથી પૂરેપૂરો રિકવર થઈ ગયો છે અને યોગ્ય સમયે પોતાના ફેન્સની સામે તેની સત્તાવાર જાહેરાત પણ કરશે. ગયા વર્ષે ૧૬ માર્ચે પણ એણે સોશિયલ મીડિયામાં એક પત્ર પોસ્ટ કરીને પોતાની બીમારીની સત્તાવાર જાહેરાત કરી હતી.
ઈરફાનની મેનેજર મનપ્રીતે કહ્યું કે, ‘અત્યારે હજી એ વાતના કન્ફર્મેશનની સિચ્યુએશન નથી આવી.’ જ્યારે બીજી બાજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી સક્રિય એવા એક ક્રિએટિવ ડિરેક્ટરે પણ ઈરફાન કામ પર પરત ફરી રહ્યાની પુષ્ટિ કરી. એમણે કહ્યું કે લંડનમાં જ ઈરફાને એક બલ્બની એડ શૂટ કરી છે. ઈરફાન પૂરેપૂરો રિકવર થઈ ગયો છે અને ભારતમાં એ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ હાથમાં લેશે.
ઈરફાન વિશાલ ભારદ્વાજની ફિલ્મ સપના દીદી પર કામ શરૂ કરવાનો હતો, જેમાં એની સાથે દીપિકા પાદુકોણ છે. પરંતુ ઈરફાનની તબિયત લથડતાં તે ફિલ્મ શરૂ થઈ શકી નહોતી. વિશાલ ભારદ્વાજે એવી જાહેરાત કરી રાખી છે કે જ્યારે ઈરફાન સાજા થશે પછી જ તેઓ આ ફિલ્મ પર કામ શરૂ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




