ફિલિપાઈન્સમાં ૨૨૦ કિમી/કલાકની ઝડપે ત્રાટકશે મંગખુટ વાવાઝોડુ

0
10

મનીલા,તા.૧૪
મેગખુટ વાવાઝોડું ફિલિપાઇન્સ તરફ આગળ વધી રહ્યુ છે. કેટેગરી-૫ના વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને અહીંની ઓથોરિટીએ ગઇકાલે ગુરૂવારે ચેતવણી જાહેરા કરી હતી કે, આ વાવાઝોડું ૨૦૧૩માં આવેલા વાવાઝોડાંની જેમ જ વિનાશકારી થઇ શકે છે. વર્ષ ૨૦૧૩માં આવેલા વાવાઝોડાંમાં ૬ હજારથી વધુ લોકોનાં મોત થયા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટ કાઉન્સિલ (એનડીઆરઆરએમસી)ના મેનેજિંગ ડાયરેક્ટર રિકાડરે જલાડે કહ્યુ કે, સરકારી ઓફિસો ગંભીર પરિસ્થિતિ માટે તૈયારીઓ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, એડમિનિસ્ટ્રેશને દેશના સાઉથ ક્ષેત્ર લુજાન દ્વિપમાં ઇમરજન્સી સેવા કર્મચારીઓને ગોઠવી દીધા છે. અહીં મેગખુટ શનિવારે સવારે ત્રાટકે તેવી શક્યતા ઓ છે.
સુપર ટાયફૂન (પ્રચંડ વાવાઝોડું) મંગખુટ શનિવારે ફિલિપાઇન્સ પહોંચશે. જેના કારણે અંદાજિત ૪.૨ લાખ લોકોને જાખમ છે. હાલ અહીંની ઓથોરિટી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયત્નોમાં લાગેલી છે.
ગવર્નરે અત્યાર સુધી હજારો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. મંગખુટ ૧૫મું વાવાઝોડું છે જે ફિલિપાઇન્સમાં શનિવારે ત્રાટકશે. મંગખુટ આ વર્ષે અલગ અલગ દેશોમાં ત્રાટકેલા વાવાઝોડાંમાં સૌથી વિનાશક ગણાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY