
મુંબઈ,તા.૧૯
બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને પૂરગ્રસ્ત કેરળની મદદ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યું છે. સામાજિક મુદ્દાઓ અને કુદરતી હોનારતો સમયે લોકોની મદદે આવનારા અક્ષયે કુમારે કેરળનાં સીએમને પૂરગ્રસ્ત કેરળની મદદ માટે દાન કર્યું છે.
ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને શનિવારે કેરળનાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને ચેક આપતા પોતાની તસવીર શેર કરી હતી અને લોકોને કેરળની મદદ માટે દાન કરવા કહ્યું હતુ. તેમણે લખ્યું કે, ‘મે અને અક્ષય કુમારે કેરળનાં મુખ્યમંત્રીએ રાહત ફંડમાં દાન કર્યું છે. આવો એક સાથે મળીને કેરલને ફરી પાટા પર લાવીએ. કોઈ જ રાજનીતિ નહી, કોઈ જ ધર્મ નહીં, ફક્ત માનવતા. આવો કેરળ માટે ભેગા મળીએ. ‘LETS STAND TOGHETHER TO SAVE KERALA #KERALFLOODS’
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે પોતે દાન કર્યું છે તેવી કોઈ જાણકારી આપી નથી, પરંતુ તેમણે કેરળની મદદ કરવા માટે એક રીટ્વીટ જરૂર કર્યું હતુ. જેમાં કેરળની મદદ કેવી રીતે કરી શકાય છે તેની જાણકારી આપવામાં આવી છે. અક્ષય કુમાર ઉપરાંત બીજા બોલીવુડ કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર કેરલની મદદ કરવા માટે અપીલ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


