અમેરિકામાં ચક્રવાત ફ્લોરેન્સ ટકરાવાની આગાહી,૨.૧૮ લાખ કરોડના નુકસાનની શક્યતા

0
10

વોશિંગ્ટન,તા.૧૨
અમેરિકાના પૂર્વ તટ પર આવેલા વિસ્તારોમાં હવામાન વિભાગે ચક્રવાત ફ્લોરેન્સ ટકરાશે તેવી આગાહી કરી છે. મંગળવાર સુધી કેટેગરી-૫માં ફેરવાયેલું ફ્લોરેન્સ છેલ્લાં ત્રણ દાયકાનું સૌથી મોટું ચક્રવાત સાબિત થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, એટલાન્ટિકના ગરમ હવામાન અને પાણીથી આ ચક્રવાત વધુ મજબૂત થઇ રહ્યો છે અને આવનારા દિવસોમાં તે વધુ શક્તિશાળી થશે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે કહ્યુ કે, આગામી ૪૮ કલાકમાં ચક્રવાતની સાથે વધતા પાણીથી તટ વિસ્તારોમાં જાન-માલને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ફ્લોરેન્સ હાલ કેટેગરી ૪માં છે પરંતુ તે કેટગરી ૫માં ફેરવાશે તેવી આગાહી છે. હાલ ફ્લોરેન્સના કારણે ૨૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ઓફિશિયલ્સે આ વાવાઝોડાંના કારણે ૨.૧૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાનના આશંકા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આ શક્તિશાળી વાવાઝોડું ગુરૂવારે અમેરિકાના વિલ્મિગટન (નોર્થ કેરોલિના)માં ત્રાટકશે. આ વાવાઝોડાંના કારણે વર્જિનિયા, મેરીલેન્ડ, વોશિંગ્ટન, નોર્થ અને સાઉથ કેરોલિનામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, ફ્લોરેન્સ વાવાઝોડું મંગળવાર અને બુધવાર બર્મૂડા અને બહામાસથી પસાર થશે. વાવાઝોડું પશ્ચિમ તરફ ૨૮ કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. એક અંદાજ મુજબ તે મંગળવાર રાત અને બુધવાર સુધી વધુ મજબૂત થઇ શકે છે.
જો કે, હવામાન વિભાગના અધિકારીઓનું એવું પણ અનુમાન છે કે, ફ્લોરેન્સ ચક્રવાત ગુરૂવારે થોડું કમજોર પડી શકે છે, પરંતુ જમીન સાથે ટકરાયા બાદ તે વધુ ખતરનાક બનશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY