ભારે બફારા વચ્ચે કેટલાક દિવસથી વારંવાર લાઈટ કેમ જતી હતી…?!

0
268

રાણપુરમાં વીજલાઈન ઉપર વાયર ફેકી વીજળી ખોરવવાનું ષડયંત્ર

પી.જી.વી.સી.એલ.દ્વારા ચેકીંગ કરાતા કંસારાના ટીંબા પાસેથી ધાતુનો વાયર મળ્યો

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી વારંવાર વીજળી ગુલ થઈજતી હતી ૨ થી ૩ કલાક વીજપુરવઠો બંધ રહે તો હતો જયારે ઘણીવાર તો ૧૦-૧૦ મીનીટે વીજપુરવઠો ખોરવાતો હતો.અને આખા દિવસમાં ૧૦ થી ૧૨ વાર વીજળી જતી રહેતા રાણપુરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી.અને પી.જી.વી
સી.એલ.ના અધિકારીઓ ફરીયાદનું નિવારણ કરવામાં પડ્યા હતા.પરંતુ કાયમી ફોલ્ટ ન મળતા રાણપુર પેટાવિભાગીય કચેરીના ડી.ઈ.એન.એન.અમીન તથા તેમની ટીમના સભ્યો લાલાભાઈ,સુથારભાઈ,કટારાભાઈ સહીતના સ્ટાફે રાણપુર પોલીસ સ્ટેશનથી લઈને ભરવાડવાસના ઢાળથી બાલાજી મંદીર,કંસારાના ટીંબે,કોળી સમાજના સ્મશાન સુધીની લાઈનનું ચેકીંગ કરતા કંસારાના ટીંબા પાસે વીજપુરવઠો ખોરવવાના ષડયંત્રના ભાગરૂપે ધાતુનો વાયર બન્ને વાયરમાં નાખી વીજપુરવઠો ખોરવવાના ષડયંત્રનો પર્દાફાશ થયેલ છે.અવારનવાર વીજપુરવઠો ખોરવાતા ૧૧ કેવી રાણપુર અર્બન ફીડર દ્વારા અપાતા વીજપુરવઠાથી ઘરવપરાશ,વાણીજ્ય,ઉદ્યોગ,સરકારી કચેરીઓમાં તથા અન્ય જગ્યાએ વીજપુરવઠો જતો રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાતા હતા.આ ધાતુનો વાયરપકડાયા પછી વીજપુરવઠો છેલ્લા ૨૪ કલાક કરતા વધુ સમયથી બંધ થયો નથી.લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ કંસારાના ટીંબા પાસે તથા બાલાજી મંદીર સામેના ઢાળ પાસે અનૈતિક પ્રવૃત્તિઓ આસાનીથી કરવા વીજપુરવઠો ખોરવી નાખવામાં આવતો હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ સ્ટેશનમાં લેખીત ફરીયાદ કરી છે:એન.એન.અમીન

આ બાબતે રાણપુર ડી.ઈ.એન.એન.અમીન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે રાણપુર પોલીસ સ્ટેશનમાં લેખીત ફરીયાદ આપી ઉપરોક્ત વિસ્તારોમાં ગ્રામરક્ષક દળ,હોમગાર્ડ અથવા પોલીસ પોઈન્ટ મુકી પેટ્રોલિંગ કરવા માંગણી કરેલ છે..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY