ટ્રમ્પે વિયેતનામ પ્રેસિડન્ટ સાથે એરલાઇન્સ ટ્રેડ ડીલ કરી

0
213

હનોઈ,તા.૨૭
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે હનોઇના મેટ્રોપોલ હોટલમાં બીજી વખત મુલાકાત કરી. બંને નેતાઓએ પહેલી વખત સાથે ડિનર પણ કર્યું. બંને નેતાઓ વચ્ચે ગત વર્ષે ૧૨ જૂને સિંગાપુરમાં પહેલી વખત વાતચીત થઈ હતી.
૪૭ વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઈલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે બી-૫૨ ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંકિયા હતા. હનોઇ તે સમયે ઉત્તર વિયતનામની રાજધાની હતી અને તેને દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું. ૧૯૫૪માં હનોઇમાં માત્ર ૪૩ હજાર લોકો જ રહેતાં હતા અને તે ૧૫૨ ચોરસ કિલોમીટરમાં જ વસેલું હતું. આજે હનોઇ ૩ હજાર ચોરસ કિમીનું બની ગયું છે અને તેની વસ્તી ૭૦ લાખથી પણ વધુ છે. હનોઇ વિકાસમાં પણ ઘણો થયો છે જે તેની ગગનચુંબી ઈમારતો તેમજ રેસ્ટોરન્ટ અને દુકાનો પરથી લગાવી શકાય છે.
કિમ જાંગે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્્યા છે. જા કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.
ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જાંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, આજે સોશિયલ ડિનર સમયે મારાં મિત્ર અને નોર્થ કોરિયાના લીડર કિમ જાંગ ઉન સાથેની મુલાકાત દરમિયાન સારી ઘટનાઓ બનશે.
ટ્રમ્પે વિયેતનામના પ્રેસિડન્ટ અને ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે વિયેતનામના ઝડપી વિકાસના વખાણ પણ કર્યા હતા. પ્રેસિડન્ટ સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વિયેતનામ અમેરિકામાં બનેલા ૧૦ પ્લેનની ખરીદી કરશે. આ અંગેની સંધિ ટૂંક સમયમાં જ થશે.
ટ્રમ્પે વિયેતનામ અને અમેરિકાના સંબંધોને ઉદાહરણ તરીકે દર્શાવીને નોર્થ કોરિયાને સંદેશ પાઠવ્યો હતો કે, તેઓ પણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ દ્વારા ઝડપી વિકાસ કરતો દેશ બની શકે છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે સમિટ દરમિયાન બંને લીડર્સ કોરિયન વારને ખતમ કરતા પીસ ડિક્લેરેશન (શાંતિ ઘોષણા) પર હસ્તાક્ષર કરે તેવી શક્્યતાઓ છે. આ કરાર બાદ અમેરિકા નોર્થ કોરિયા પર લગાવેલા અમુક ચોક્કસ પ્રતિબંધો હટાવી દે તેવી પણ શકિયતાઓ છે. આ અગાઉ ૧૨ જૂન ૨૦૧૮માં મળેલી બેઠકમાં કિમ જાંગ અને કિમે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર હસ્તાક્ષર કર્યા હતા.
જા કે, શાંતિ કરાર પર હજુ સુધી અવઢવ છે. આખા વિશ્વની નજર એ મુદ્દા પર રહેશે કે બંને નેતાઓ ઔપચારિક રીતે ક્્યા અને કેટલાં કરાર પર હસ્તાક્ષર કરે છે. ત્રીજાં દિવસે એટલે કે શુક્રવારે આ સમિટ ખતમ થશે.
૧૯૭૨માં અમેરિકાએ બોમ્બ ફેંકિયો હતોઃ ૪૭ વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઇલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે બી-૫૨ ફાઇટર જેટ્‌સથી બોમ્બ ફેંકિયા હતા. હનોઇ તે સમયે નોર્થ વિયેતનામની રાજધાની હતું અને તેને વિશ્વનું સૌથી સુરક્ષિત સ્થળ ગણવામાં આવતું હતું. ૧૯૫૪માં હનોઇમાં માત્ર ૪૩ હજાર લોકો રહેતા હતા અને આ દેશ ૧૫૨ વર્ગકિમીમાં વસેલો હતો. આજે હનોઇ ૩૦૦૦ વર્ગકિમીમાં ફેલાયેલું છે અને તેની વસતી ૭૦ લાખથી વધુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY