અયોધ્યા ચુકાદાને સર્વત્ર આવકાર…પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

0
27

અમદાવાદમાં પણ પોલીસતંત્ર એલર્ટ
વડોદરા,તા.૯
અયોધ્યાના જાહેર થયેલા ચુકાદાને સર્વત્ર આવકાર મળ્યો છે અને બપોર સુધી વડોદરામાં તેના કોઈ નકારાત્મક પ્રત્યાઘાત જોવા મળ્યા નથી.
રામ મંદિરના શનિવારે જાહેર થયેલા ચુકાદાને પગલે એ હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાં શહેર પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સશસ્ત્ર પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
ચુકાદાના પગલે બજારમાં ચહલપહલ રોજ કરતાં થોડી ધીમી દેખાઈ હતી. ચુકાદાના કોઈ નકારાત્મક પ્રત્યાઘાત નહીં પડતા અને આવકાર મળતા પોલીસ વિભાગે હાશકારો અનુભવ્યો હતો પરંતુ તેમ છતાં પોલીસ કમિશનર દ્વારા સાવચેતીના પગલારૂપે મોડી રાત સુધી પેટ્રોલિંગ ચાલુ રાખવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આીવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY