દશેરાના દિવસે આરટીઓ કચેરીની તમામ કામગીરી બંધ રહેશે

0
77

ગાંધીનગર,તા.૬
જો તમારે આર.ટી.ઓ કે એ.આર.ટી.ઓ. કચેરીમાં કામ હોય તો દશેરાના દિવસે એટલે કે ૮ ઑક્ટોબરના રોજ જતા નહીં. નહીંતર તમને ધક્કો પડશે. કારણ કે આ દિવસે જાહેર રજા હોવાથી બધી જ કામગીરી બંધ રહશે.
એક યાદીમાં જણાવ્યું છે કે ૮/૧૦/૨૦૧૯ના રોજ દશેરાના તહેવાર નિમિત્તે આરટીઓ/એઆરટીઓ કચેરીઓ તમામ કામગીરી માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચનાનુસાર નાગરિકોનો હિતમાં શનિવાર-રવિવાર સહિતની આગામી તમામ જાહેર રજાઓમાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે દશેરા તહેવાર નિમિત્તે જાહેર રજાનો રાખવાનો નિર્ણય કરાયો છે.
બીજી તરફ સરકારે પીયુસી, હેલ્મેટ અંગે મહત્વનો નિર્ણય લઈ તેની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ સમય મર્યાદા વધારીને ૩૦ ઑક્ટોબર સુધી કરવામાં આવી છે. એચએસઆરપી નંબર પ્લેટની મુદત પણ વધારવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY