અનિલ અંબાણીની કબુલાત : ૧૪ મહિનામાં રૂ. ૩૫,૦૦૦ કરોડનું દેવુ ચુકવ્યું

0
8

મુંબઈ,તા.૧૧
રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું હતુ કે, છેલ્લા ૧૪ મહિનામાં અમે ૩૫,૦૦૦ કરોડ રુપિયાનુ દેવુ ચુકવી દીધુ છે અને બાકીનુ તમામ પ્રકારનુ દેવુ પણ કંપની ચુકવી દેશે.
તેમણે કહ્યું હતુ કે, દેશમાં ઉદ્યોગો માટે બહુ પડકારજનક વાતાવરણ છે છતા કંપનીએ દેવુ ચુકવવામાં સફળતા મેળવી છે. આ માટે સંખ્યાબંધ કંપનીઓમાં રહેલો હિસ્સો વેચવામાં આવ્યો છે.આ માટે કોઈ નાણાકીય સંસ્થાએ મદદ કરી નથી.
અનિલ અંબાણીએ કહ્યું હતુ કે, જે દેવુ ચુકવવામાં આવ્યુ છે તે રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રા કંપનીઓને લગતુ હતુ.
અનિલ અંબાણી પાસે રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા અને આરકોમ જેવી કંપનીઓ છે.આરકોમના શેરનો ભાવ ગગડીને ૧.૭૫ રુપિયા અને રિલાયન્સ પાવરના શેરનો ભાવ ગગડીને ૫.૬ રુપિયા પર પહોંચી ગયો હતો. રિલાયન્સ પાવરને ૨૦૧૯ના ચોથા ક્વાર્ટરમાં ૩૫૫૯ કરોડ રુપિયાનુ નુકસાન ગયુ હતુ. જેના પગલે હવે રિલાયન્સ ગ્રૂપની માર્કેટ કેપ ૨૦૫૯૨ કરોડ થઈ ગઈ છે.
અનિલ અંબાણી ગ્રુપની માર્કેટ કેપ આ પહેલા ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૩૮૯૧૨ કરોડ રુપિયા હતી.તેના૧૦ વર્ષ પહેલા આ જ ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ ૩.૪૫ લાખ કરોડ રુપિયા હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY