ગાંધીનગરમાં મેયર સહિત ભાજપ નેતાઓએ પોલીસ મંજૂરી વિના ધારણા યોજ્યા…!

0
6

ગાંધીનગર,તા.૧૬
ગાંધીનગર મેયર સહિતના નેતાઓએ પોલીસ મંજૂરી વિના ધરણા યોજી કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ શાબ્દિક ટિપ્પણી કરવા આવી હતી.જેના પગલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાહુલ ગાંધી વિરુધ કાર્યવાહી કરવા દાદ માંગવામાં આવી હતી. તાજેતરમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ ધ્વારા રાહત આપવામાં આવી હતી.તેમ છતાં ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી ધ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જનતાની સારર્વજનિક માફી માંગે તેવી માંગણી સાથે ધરણા યોજવામાં આવી રહ્યા છે.ત્યારે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ધ્વારા પણ ગાંધીનગરના સેક્ટર છ અપના બજાર પાસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં આવા કાર્યક્રમો યોજવા માટે સેક્ટર છ ખાતેના મેદાનમાં સત્યાગ્રહ છાવણી ફાળવવામાં આવી છે અને ધરણા અને સૂત્રોચારો કરવાના હોય ત્યારે સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરી પરમીશન લેવાની જરૂર પડતી હોય છે. પરંતુ સત્તાના નશામાં ચૂર ભાજપ ગાંધીનગરના સ્થાનિક નેતાઓ ધ્વારા જ કાયદાની છેડે ચોક મજાક ઉડાવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભાજપા મેયર રીટાબેન પટેલ, જિલ્લા પ્રમુખ મહેન્દ્ર દાસ, સહિતના નેતા કાર્યકરો એકઠા થઈ કોંગ્રેસ વિરોધી નારા લગાવ્યા હતા.ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકે મેયર રીટાબેન પટેલ જ જો કાયદાનો ભંગ કરી ધરણા યોજતા હોય તો સામાન્ય માણસને પણ હવેથી ગાંધીનગરમાં પોતાની રજૂઆત માટે પોલીસ મંજૂરીની જરૂર નહી હોવાનો દાખલો પૂરો પાડયો હતો. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપા ધ્વારા આ અંગે પોલીસની મંજૂરી લેવામાં આવી ન હતી તેમજ સ્થાનિક નેતાઓએ સત્યાગ્રહ છાવણીની હદ બહાર અપના બજાર પાસે મંડપ બાંધીને સૂત્રોચારો કરવામાં આવ્યા હોવા અંગેનો ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવ્યો છે. ખરેખર પરમિશન લીધી છે કે કેમ તે તાપસ માટે સેક્ટર ૭ પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પક્ટર સાહેબને કોલ કરવમાં આવ્યો પણ તમનો ફોન ઉપડયો નથી..આથી એવું હોઇ પણ શકે કે મજૂરી લીધી જ ના હોય…!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY