ગાંધીનગર,તા.૧૦
ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના સાશનમાં છેલ્લા ૫ વર્ષમાં સામૂહિક બળાત્કારની ૧૩૧ ઘટનાઓ બની છે.જેમાં અલગ અલગ પોલીસ કેસમાં ૫૦૦ આરોપીઓ પકડાયા છે.જ્યારે ૧૮થી વધુ ગુન્હેગારો આજે પણ પોલીસ પક્કડ થી દુર હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ એ પ્રશ્ન ઉપસ્થિત કરતા માહિતી માંગી હતી કે ૩૦ જૂન ૨૦૧૯ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કાર ના બનાવો બન્યા છે? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે.અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે?
વિક્રમભાઈ માડમના પ્રશ્નો લેખિત ઉત્તર આપતા ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓ માં કુલ ૧૩૧ કે સામૂહિક બળાત્કારના નોંધાયા છે જે પૈકી પોલીસે ૫૦૦ આરોપીઓ પકડી પાડયા છે જ્યારે હજુ ૧૮ આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો છે.
સૌથી વધુ ઘટના સુરત ગ્રામ્યમાં નોંધાઈનોંધનીય છે કે શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહીક બળાત્કારની સૌથી વધુ ૨૬ ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં ૮,જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૧૭ સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. જોકે રાજકોટ શહેર માં ૩ બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર જિલ્લામાં ૧૧ બનાવો બન્યા છે.
તો બીજી તરફ છેલ્લા પાંચ વર્ષ માં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે ૫૦૦ આરોપીઓને પકડયા છે. સૌથી વધુ ૮૫ આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાં થી પકડવામાં આવ્યા છે. જયારે ૭૩ આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડયા છે.
જ્યારે રાજકોટ શહેરમાં માં બનેલી ઘટનાઓ માં ૯ આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં બનેલી સામુહિક બળાત્કાર ની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા ૧૮ આરોપીઓ ને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર ભાજપ સરકારે કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



