રાજ્યભરમાં પાંચ વર્ષમાં ૩ હજારથી વધુ ચેઈન સ્નેચિંગનાં કિસ્સા, ૩ના મોત

0
19

ગાંધીનગર,તા.૧૦
વિધાનસભાના એક દિવસીય સત્રમાં આજે રાજ્યમાં વધી રહેલા ચેઈન સ્નેચિંગના બનાવો મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઈન સ્નેચિંગ દરમિયાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજા અને ગંભીર ઇજાના કારણે થયેલા મૃત્યુ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ૩૦ જૂન ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં ચેઈન સ્નેચિંગની ૩,૧૩૧ ઘટનાઓ બની છે. આ ઘટનાઓ દરમ્યાન ૩ વ્યક્તિઓના થયા છે. રાજ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે વર્તમાન સરકાર દ્વારા કડક સજાની જોગવાઇઓ કરવામાં આવી છે.
આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, રાજ્યના ધાર્મિક સ્થળો જાહેર માર્ગ, રેલ્વે સ્ટેશન શાકમાર્કેટ તેમજ એસટી સ્ટોપ જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ અને બાતમીદારો સાથે સંપર્ક રાખીને શકમંદ વ્યક્તિઓ ઉપર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ પોઈન્ટ પણ રાખવામાં આવે છે. તેની સાથે અવાર નવાર નાગરિકોને તકેદારી રાખવાની સુચના આપવામાં આવે છે.
રાજકોટ શહેરમાં પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચેઈન સ્નેચિંગના ૧૭૬ બનાવો નોંધાયા છે. જો કે આ ઘટનાઓમાં રાજકોટના કોઈ નાગરિકને ગંભીર ઇજા કે મૃત્યુ થયા હોવાનું નોંધાયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY