ગાંધીનગર,તા.૨૬
દેશભરમાં રાજકારણ અને લોકોમાં ચર્ચાનો મુદ્દો બનેલા સીબીઆઈના અધિકારીઓની બદલી અને લાંચના આક્ષેપના મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓએ ગાંધીનગર સીબીઆઈ ઓફીસ ખાતે રેલી કરી હતી. રેલીમાં નેતાઓ અને કાર્યકરો દ્વારા સુત્રોચાર કરી સીબીઆઈની વિશ્વસનીયતા વિષે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. રેલીને સીબીઆઈ ઓફીસ બહાર જ અટકાવી દેવામાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરીને ગાંધીનગર ડીએસપી ઓફીસ લઇ જવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ ચ-૩ સર્કલ આગળથી કોંગ્રેસના ધારાસભ્યો સી.જે. ચાવડા, શૈલેષ પરમાર, નૌશાદ સોલંકી, બળદેવજી ઠાકોર, ઇમરાન ખેડવાળા, ગ્યાસુદ્દીન શેખ, સુરેશ પટેલ અને નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી,ગુલાબખાન રાવમા અને યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલીમાં સીબીઆઈ, ભાજપ અને પ્રધાનમંત્રી વિષે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. રેલીમાં રાફેલ ડીલ સંદર્ભે પ્રશ્નો ઉઠાવતા બેનરો અને પોસ્ટરો સહીત રેલી કાઢવામાં આવી હતી.
રેલીને ચ-૩ થી સેક્ટર ૧૦માં આવેલી સીબીઆઈ ઓફીસની આગળ જ પોલીસના ચુસ્ત બંદોબસ્તે અટકાવી દીધી હતી અને બળપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વાનમાં મૂકીને અટકાયત કરી હતી. અર્જુન મોઢવાડિયા, સી. જે. ચાવડા જેવા નેતાઓને પણ પોલીસે અટકાયત કરી હતી જેમાં આશરે કુલ ૫૦ જેટલા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરીને હાલ ગાંધીનગર જીલ્લા પોલીસ વડાની કચેરીએ લઇ જવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જે રીતે વિદેશની કચેરીઓ પર, વિદેશ પર હુમલો કરીને કબજા લેવામાં આવે તે રીતે સીબીઆઈના ડાયરેક્ટરની ઓફીસને રાતોરાત સીઝ કરવામાં આવી ને તેમણે રાતોરાત ખસેડી અને એવા અધિકારીને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે જે અધિકારી પર તપાસો ચાલે છે અને ભ્રષ્ટાચારના આરોપો છે. ડાયરેક્ટરને મુકવાના અને હટાવવાના અધિકાર જે છે એ માત્રના માત્ર, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા-વડાપ્રધાન- વિરોધપક્ષના નેતાની બનેલી કમિટીના છે જેનું ઉલ્લઘન કરીને નિમણુંક કરી દેવામાં આવી છે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




