હળવદ રણકાંઠા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર,૨૫૨ અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા

0
49

વાયુ વાવાઝોડાનો ખતરો જીરો કેઝયુલિટી ના મંત્ર સાથે તંત્ર સજ્જ

અરબી સમુદ્રમાં વાયુ નામનું વાવાઝોડું ગુજરાત તરફ દરિયાકાંઠા વિસ્તારમાં આગળ વધી રહ્યું છે ત્યારે વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર દ્વારા ઝીરોકેઝયુલિટ ના મંત્ર સાથેતંત્ર સજ્જ બની ગયુ છે ત્યારે હળવદ ટીકર ના રણકાંઠા વિસ્તારમાં આવેલા અગરીયા ઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા તાબળતોબ કામગીરી હાથ ધરવામાં આવી છે હળવદ મામલતદાર સહિત સ્ટાફ નો ૨૫૨ અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલમાં આ કામગીરી ચાલુ હોવાનું મામલતદાર સોલંકીએ જણાવ્યું હતું સાથે-સાથે પીજીવીસીએલ તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે અને લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે તંત્ર દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહી જાય તે માટે પૂરેપૂરું ધ્યાન રાખવા માં આવી રહ્યું છે ઝીરો કેઝયુલિટી મંત્ર સાથે તંત્ર સજ્જ થઈ ગયું છે,
વાવાઝોડાના સંકટનો સામનો કરવા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાન મુજબ તમામ તૈયારીઓ કરી લીધી છે અને તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે, તેમ હળવદ મામલતદાર વી કે સોલંકી એ જણાવ્યું હતું.

મયુર રાવલ હળવદ
9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY