એક્ઝિટ પોલ પર ધાનાણીનો કટાક્ષ : શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં..?!!

0
4

ગાંધીનગર,તા.૨૧
રવિવારે સાંજે એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા, જે પ્રમાણે દેશમાં ફરીથી એનડીએ સરકાર બનાવી રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલના અંદાજ પર ટિવટ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટિવટ કર્યું છે. આ ટિવટને લઈને વિવાદ થયો છે.
બીજેપીએ આ મુદ્દે ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી છે.ટિવટમાં પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા સવાલ પૂછ્યો છે કે શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં? પરેશ ધાનાણીના ટિવટને કારણે થયેલા વિવાદ અંગે કોંગ્રેસે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ટિવટનો મતલબ લોકોને મુર્ખ ગણવાનો નહીં પરંતુ લોકોને મુર્ખ બનાવવામાં આવ્યા છે એવો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY