ટેકાના ભાવે મગની ખરીદીના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ફિયાસ્કો

0
29

ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ધમી પ્રક્રિયા અને અધિકારીઓની મનમાનીને કારણે ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સરકારે ટેકાના ભાવે મગ અને અડદની ખરીદીની જાહેરાત કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ૫ દિવસમાં ફકત ચાર જિલ્લાના ૭૦ ખેડૂતોએ ટેકાના ભાવે મગ આપવા માટે રસ દાખવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતોને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગ અને અડદની ખરીદીની જાહેરાત કરી છે. તેમજ તેની ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. ફકત ૫ દિવસમાં ૩ હજાર ખેડૂતોએ અડદના વેચાણ માટે નોંધણી કરાવી છે. ત્યારે મગના વેચાણ માટે ખેડૂતોએ રસ દાખવ્યો નહીં હોવાનું લાગી રહ્યું છે.
૫ દિવસમાં ફકત ૭૦ ખેડૂતોએ મગના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લા પૈકી માત્ર ૪ જિલ્લાઓના ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કે ૨૯ જિલ્લામાંથી એક પણ ખેડૂતે રજિસ્ટ્રેશન કરવામાં રસ દાખવ્યો નથી.
અત્યાર સુધીમાં ગાંધીનગર, સાબરકાંઠા, કચ્છ અને જૂનાગઢમાં જ રજિસ્ટ્રેશનની કામગીરી થઇ છે. જે અંતર્ગત ગાંધીનગરમાં ૧૮, સાબરકાંઠામાં ૧, કચ્છમાં ૩ અને જૂનાગઢમાં ૪૮ એમ કુલ મળીને ૭૦ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
૦૦૦૦૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY