પુત્રનો જન્મ થતા વ્યંડળોએ માંગ્યા અ..ધ..ધ..ધ.. રૂપિયા

0
13

સુરત,તા.૬
સુરત શહેરમાં એક રહેતા એક સામાન્ય પરિવારમાં થોડા દિવસો પહેલા પુત્રનો જન્મ થયો. પરિવારમાં ખુશનો પાર નહોતો. પુત્રનાં જન્મની વાત વ્યડંળો સુંધી પહોંચી અને પછી તેમની સ્થિતિ કફોડી બની ગઇ. કેમ કે, વ્યડંળોએ પુત્ર જન્મની ખુશીમાં રૂ.૧૧,૦૦૦ માંગ્યા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. તેમની પાસે આટલા બધા પૈસા હતી નહી અને સામે પક્ષે વ્યડંળો રકમ ઓછી લેવા તૈયાર નહોતા. વ્યડંળો તાજા જન્મેલા બાળકને તેડીને ગીતો ગાવા લાગ્યા હતા. પરિવાહ ગભરાઇ ગયો.
આખરે, ન છૂટકે, પરિવારે મહિલા હેલ્પલાઇન (૧૮૧) પર ફોન કરી મદદ માંગવી પડી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કોલ મળતા જ, સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત રેસકયુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોચી અને તેમણે વ્યડંળોનાં ગ્રુપને ખૂબ સમજાવ્યા. વ્યડંળો હજુ પણ અક્કડ હતા અને ૧૧,૦૦૦ રૂપિયા જ લેવા માંગતા હતા.
પરિવારે જણાવ્યું કે, પ્રસૃતિ દરમિયાન ખાસ્સો ખર્ચ થયો હતો. પોતાનું પરિવાર મધ્યમ વર્ગનું હોવાથી આટલી મોટી રકમ આપી શકે તેમ નથી. જા કે, વ્યડંળોએ ખૂબ મોટા અવાજે જણાવ્યું કે, આ તો અમારો હક છે. તમારે આટલી રકમ આપવી પડશે. પરિસ્થિતિ વધુ વિકટ બની. અભયમની ટીમે વ્યડંળોને ખૂબ સમજાવ્યા. તેમને એમ સમજાવ્યા કે, તેઓ તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરતા નથી. પરંતુ સામેની વ્યકિત આર્થિક રીતે સક્ષમ નથી કે, તમો જે રકમ માંગો છો તે આપી શકે.
ખૂબ રકઝકના અંતે વ્યડંળોએ પરિવાર જે રકમ આપે સ્વીકારવા તૈયાર થયા.અંતે વ્યડંળો ૧૧૦૦ રૂપિયા લઇને પુત્રને ‘આશિર્વાદ’ આપી રવાના થયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY