છેલ્લા બે વર્ષમાં ૧૩૩ લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થયાઃ સરકાર

0
13

ગાંધીનગર,તા.૨૦
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ કસ્ટડીમાં રહેલા લોકોના મોતનો આંકડો વિધાનસભામાં એક પ્રશ્નોત્તરી દરમિયાન જાહેર કરાયો છે. અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ૧૩૩ લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. તેમણે આ અંગે સરકારે શું પગલા લીધા તેની પણ જાણકારી આપી છે.
રાજ્ય સરકારે પોલીસ કસ્ટડીમાં જે મોતના ભેંટયા છે તેમના પરિવારજનોને રૂ. ૨૩.૫૦ લાખની સહાય પણ કરી છે. મેવાણીએ આ પ્રશ્ન પ્રશ્નકાળ દરમિયાન પૂછયો હતો જેનો લેખિત જવાબ આપવામાં આવ્યો છે.
સરકારે આવા કેસોમાં પોલીસ સામે શું પગલા લીધા તેનો જવાબ પણ મુખ્યમંત્રી (ગૃહ મંત્રાલય પણ તેમની પાસે છે)એ આપ્યો છે. જેમાં એક પોલીસ ઇન્સપેક્ટર, એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે. બીજા કેસોમાં ૩ હેડ કોન્સ્ટેબલોને કેશ પેનલ્ટી અને એક ઇન્સ્પેક્ટર, બે સબ ઇન્સ્પેક્ટર અને પાંચ આસિ. સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત ૩ હેડ કોન્સટેબલો અને કોન્સ્ટેબલોને ચાર્જશીટ ફટકારાઇ છે.
આ ઉપરાંત એક એએસઆઇ અને કોન્સટેબલના ઇક્ન્રિમેન્ટ અટકાવવા ઉપરાંત બે ગ્રામ રક્ષક દળના જવાનોને ડીસમીસ કરાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY